Click here to download these details in the Word file
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત સંલગ્ન અને શ્રી રાષ્ટ્રીય કેળવણી મંડળ – વાસણા (બો.) સંચાલિત, શ્રી ઈ. ખો. ચાવડા ગ્રામ વિદ્યાપીઠ કહાનવાડીમાં ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી ગાંધીનગરના તા.૨૭-૧૨-૨૦૨૪ ના રોજ મળેલ એન.ઓ.સી. ક્રમાંક ગ્રા.વિ./NOC/૨૪-૨૫/૭૭૯-૮૧ સ્ટોકમેનની ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
| ક્રમ | જગ્યાનું નામ | સંખ્યા | શૈક્ષણિક લાયકાત | કેટેગરી | વય મર્યાદા | પગાર ધોરણ |
| ૧ | સ્ટોકમેન | ૧ (એક) | બી.આર.એસ. પશુપાલન વિષય સાથે અથવા સ્ટોકમેનના પ્રમાણપત્ર સાથે બી.આર.એસ. | બિન અનામત | ૩૫ વર્ષ | સરકારશ્રીના નાણા વિભાગના વખતો વખત થયેલા ઠરાવ મુજબ (પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર) |
૧. સંબંધિત જગ્યાને અનુરૂપ જાહેરાત મુજબની લાયકાત અને વયમર્યાદા ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધ થયાથી તા. ૨૮/૦૫/૨૦૨૬ સુધીમાં માત્ર રજિસ્ટર એ.ડી./ સ્પીડ પોસ્ટથી નીચેના સરનામે અરજી કરવાની રહેશે.
૨. અધુરી, અસ્પષ્ટ વિગતોવાળી અને પ્રમાણપત્રોનો નકલ વગરની અરજી તેમજ નિયત સમય મર્યાદા બાદ આવેલ અરજી આપોઆપ રદ્દ ગણાશે.
૩. આ જગ્યાની પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ધારા ધોરણ મુજબ લેવામાં આવશે.
૪. સરકારશ્રીના ગ્રામ વિદ્યાપીઠો માટેની આચાર સંહિતા તથા એન .ઓ.સી. ની શરતો અને નિયમોનું નિમણૂંક પામનાર કર્મચારીએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને લેખિત સંમતિપત્રક આપવાનું રહેશે.
વધુ વિગત તેમજ લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ અને ભરતી માટેની શરતો સંસ્થાની વેબસાઈટ www.ikchavdabrscollege.com પરથી સંપૂર્ણ વિગતો ધ્યાને લઈ અરજી કરવાની રહેશે.
નોંધ : અગાઉ તા. ૦૪/૧૨/૨૦૨૫ ની જાહેરાત અન્વયે જે ઉમેદવારોએ બી.આર.એસ. પશુપાલન વિષય સાથે અથવા સ્ટોકમેનના પ્રમાણપત્ર સાથે બી.આર.એસ. થયેલ છે તેઓની અરજી માન્ય રહેશે તેઓએ નવેસરથી અરજી કરવાની રહેતી નથી.
અરજી મોકલવાનું સરનામું :
મંત્રીશ્રી,
શ્રી રાષ્ટ્રીય કેળવણી મંડળ-સત્યાગ્રહ છાવણી
મુ. બોરસદ(વા.) તા.-બોરસદ જી.આણંદ ૩૮૮૫૪૦
૧. ઉમેદવારે સરકારશ્રીના સામાન્ય વહીવટી વિભાગ ગાંધીનગરના તા.૧૩/૮/૨૦૦૮ તથા તા.૧૮/૦૩/૨૦૧૬ના સરકારી ઠરાવ ક્રમાંક સીઆરઆર/૧૦/૨૦૦૭/૧૨૦૩૨૦/ગ-૫ થી નક્કી કરેલ અભ્યાસક્રમ મુજબ કમ્પ્યુટર અંગેનું બેજીક જ્ઞાન ધરાવતા હોવા અંગેનું માન્ય તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર/માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા સરકાર માન્ય યુનિવર્સીટી અથવા સંસ્થામાં ડીગ્રી કે ડીપ્લોમાં અથવા સર્ટીફીકેટ કોર્ષ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડીગ્રી કે ડીપ્લોમાં અભ્યાસક્રમ કમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધો.૧૦/૧૨માં કમ્પ્યુટર એક વિષય તરીકે હોવા જોઈએ.આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે.પરંતુ આવા ઉમેદવારોએ નિમણૂંક સત્તાધિકારી સમક્ષ કમ્પ્યુટરની બેજીક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂંક મેળવતા પહેલા અચૂક રજુ કરવાનું રહેશે.અન્યથા નિમણુક સત્તાધિકારી આવા કિસ્સામાં ઉમેદવારની પસંદગી “રદ” કરી શકશે.
૨. નાણા વિભાગના તા.૧૮/૧/૨૦૧૭ના ઠરાવ ક્રમાંક: ખરચ/૨૦૦૨/૫૭/પાર્ટ-૨/ઝ.૧ ની જોગવાઈ મુજબ પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર મળવા પાત્ર થશે.વધારાના કોઈ જ ભથ્થા મળવા પાત્ર નથી.
૩. આ જગ્યા પર નિમણૂંક પામનારે ગ્રામવિદ્યાપીઠ સંસ્થાના કેમ્પસ પર ફરજીયાત રહેવાનું રહેશે અને અધિકૃત અધિકારીની પરવાનગી વગર મુખ્ય મથક છોડી શકાશે નહિ.
૪. આ જગ્યા પર નિમણૂંક પામનારે સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા તા.૨૧/૪/૯૪ના ઠરાવથી ગ્રામવિદ્યાપીઠના કર્મચારી માટે નિયત થયેલ આચાર સંહિતાનું પાલન કરવાનું રહેશે અને તે માટેનું બાહેંધરી પત્ર નિમણૂંક મેળવતા પહેલા આપવાનું રહેશે.
૫. પાંચ વર્ષ માસિક ઉચ્ચક પગારની નોકરી પૂર્ણ થયે તેમની કામગીરીની સમીક્ષા કર્યા પછી યોગ્ય જણાયેથી મંજુર થયેલ પગાર ધોરણમાં લઘુત્તમ પગારમાં નિમણૂંક આપવામાં આવશે.પરંતુ આવા ઉમેદવારે અગાઉ કરેલ પાંચ વર્ષની નોકરી સેવા વિષયક કોઇપણ હેતુ અર્થે ધ્યાને લેવામાં આવશે નહિ. તેમજ મંજુર પગાર ધોરણવાળી નોકરી સાથે જોડવામાં આવશે નહિ.
૬. આ જગ્યા હેઠળ નિમણૂંક પામનારને નિયત પગારમાં સમાવ્યા તારીખથી સરકારશ્રીના નાણા વિભાગના તા.૧૮/૩/૨૦૦૫ના ઠરાવ ક્રમાંક : નપન-૨૦૦૩-જીઓઆઈ-૧૦-પી તથા આનુંસગિક ઠરાવોને આધીન નવ વર્ધિત પેન્શન યોજના લાગુ પાડવામાં આવશે.
૭. જો આ ગ્રામવિદ્યાપીઠમાં સંખ્યા ઘટે અથવા અન્ય કોઈ કારણસર ગ્રામવિદ્યાપીઠ બંધ થાય તો આ યોજના હેઠળ નિમણૂંક પામેલા કર્મચારીઓને છુટા કરવામાં આવશે અને તેને ફાજલનું રક્ષણ મળી શકશે નહિ.
૮. આ જગ્યા હેઠળ નિમણૂંક પામનારને સમાન સંવર્ગના અધિકારી/કર્મચારીએ જે ફરજો બજાવવાની થતી હોઈ તેવી ફરજો બજાવવાની રહેશે.તે માટે કચેરીમાં જે સમય નિયત હોય તે પ્રમાણે કચેરીમાં હાજરી આપવાની રહેશે. તેમજ પ્રાઇવેટ પ્રેક્ટિસ કે અન્યત્ર પાર્ટટાઇમ નોકરી કરી શકશે નહિ.જાહેર રજાના દિવસોએ પણ સરકારની/સંસ્થાની કામગીરીની જરૂરિયાતોને અનુલક્ષીને ફરજ બજાવવા જણાવવામાં આવે તે મુજબ ફરજ બજાવવાની રહેશે.
૯. આ જગ્યા હેઠળ નિમણૂંક પામનારને પાંચ વર્ષ દરમ્યાન દરમ્યાન વાર્ષિક ધોરણે ૧૨ પરચુરણ રજા,જાહેર રજા અને ગ્રામવિદ્યાપીઠના વેકેશન સિવાયની કોઈ પણ પ્રકારની રજા મળવા પાત્ર થશે નહિ.તે સિવાય અન્ય રજા ભોગવશે તો રજાનો પગારની કપાત કરવાની રહેશે.મહિલા કર્મચારીઓના રજાના નિયમો મુજબ પ્રસુતિ રજાઓ મળવા પાત્ર થશે.
૧૦.પાંચ વર્ષના સમયગાળાના ઉચ્ચક વેતનથી નિમણૂંક પામેલ કર્મચારીને સંસ્થાના મહેકમ ઉપર સમાવિષ્ટ માટેનો કોઈ હક્ક પ્રાપ્ત થશે નહિ.
૧૧.ઉમેદવારે અજમાયશી સમયગાળા દરમ્યાન સા.વ.વિ. નાં તા. ૩૦/૦૯/૨૦૦૬ નાં ઠરાવ ક્રમાંક પરચ/૧૦૨૦૦૫/૧૫૩૨/ક ની જોગવાઈ મુજબ કમ્પ્યુટર કૌશલની પરીક્ષા પાસ કરવાની રેહશે.
૧૨.સરકારશ્રી તરફથી વહીવટી હિતમાં બીજી કોઈ પણ જરૂરી શરતો નક્કી થાય તે બંધન કરતા રહેશે.
શૈક્ષણિક લાયકાત –
સ્ટોકમેન : બી.આર.એસ. પશુપાલન વિષય સાથે અથવા સ્ટોકમેનના પ્રમાણપત્ર સાથે બી.આર.એસ.
વય મર્યાદા : ૧૮ થી ૩૫ વર્ષ
પરીક્ષા પધ્ધતિ :
રાજય સ૨કા૨શ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા. ૧૬/૧૨/૨૦૨૫ના ઠરાવ ક્રમાંક ભરત/૧૦૨૦૨૩/૬૩૮૯૩૭/ક થી સીધી ભરતીથી ભરવા માટે ઠરાવેલ પરીક્ષા પધ્ધતિ અનુસા૨ પરીક્ષા એક તબકકામાં MCQ-OMR/MCQ-Computer Based Response (CBRT) પધ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા Part-A અને Part -B એમ બે ભાગમાં લેવામાં આવશે.
PART-A
| ક્રમ | વિષય | ગુણ |
| ૧ | તાર્કિક કસોટીઓ તથા Data Interpretation | ૩૦ |
| ૨ | ગાણિતિક કસોટીઓ | ૩૦ |
| ૩ | બંધારણ, વર્તમાન પ્રવાહો, અંગ્રેજી અને ગુજરાતી કોમ્પ્રીહેન્સન | ૩૦ |
| કુલ ગુણ | ૯૦ |
PART-B
| ક્રમ | વિષય | ગુણ |
| ૧ | સબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો | ૧૨૦ |
| કુલ ગુણ | ૧૨૦ |
૧. Part -A માં કુલ ૯૦ પ્રશ્નો અને Part -B માં કુલ ૧૨૦ પ્રશ્નો એમ કુલ ૨૧૦ પ્રશ્નો પુછવામાં આવશે. Part-A અને Part -B બંને માટે સંયુકત રીતે કુલ ૩ કલાક (૧૮૦ મિનિટ) નો સમય આપવામાં આવશે.
ર . Part -A અને Part -B નું સ્વતંત્ર (અલાયદું) Qualifying Standard રહેશે.
૩. ઉમેદવારે બધા જ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. ખોટા જવાબ દીઠ, છેકછાક વાળા કે એક કરતાં વધુ વિકલ્પ પસંદ કરેલ જવાબદીઠ કે જવાબ ન આપેલ હોય તેના મેળવેલ ગુણમાંથી ૦.૨૫ ગુણ કમી કરવામાં આવશે. એટલે કે નેગેટીવ માર્ક લાગુ પડશે. દરેક પ્રશ્નના જવાબમાં એક વિકલ્પ “E” Not attempted રહેશે. ઉમેદવા૨ કોઈ પ્રશ્નના જવાબ ન આપવા ઈચ્છતા હોય તો આ વિકલ્પ પસંદ કરી શકશે. અને તેના માટે કોઈ નેગેટીવ માર્કસ લાગુ નહીં પડે.
૪. સ્પર્ધાત્મક પરીક્ષાના Part -A અને Part -B ના બંને માટે સ્વતંત્ર ૪૦% Qualifying Standard ૨હેશે. તેથી ઓછું Qualifying Standard નકકી ક૨વામાં આવશે નહી.
૫. સ્પર્ધાત્મક પરીક્ષાના Part –A અને Part -B ના બંને કુલ ગુણ ૨૧૦માંથી સૌથી વધુ ગુણ (૫રંતુ બંનેમાં ૪૦% ગુણ હોવા જરૂરી) હશે તેવા ઉમેદવાર પસંદગીને પાત્ર બનશે. તેનાથી બીજા ક્રમના પ્રતિક્ષા યાદીમાં રહેશે.
અભ્યાસક્રમ :

સામાન્ય શરતો :
૧. ગ્રામવિદ્યાપીઠ માટેની આચાર સંહિતાનો અભ્યાસ કરી તે પ્રમાણેની તૈયારી હોય તે જ અરજી કરે.
૨. ઉમેદવારે અરજીપત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવા, પ્રમાણપત્રોની ચકાસણી સમયે અસલમાં રજુ કરવાના રહેશે અન્યથા ઉમેદવારી જે તે સમયે જ રદ ગણાશે.
૩. સરકારશ્રીની ભરતી માટે કોઈ પણ વિભાગ દ્વારા ગેરલાયક ઠરેલ ઉમેદવારો અરજી કરી શકશે નહિ.
૪. ઉમેદવારે અરજીપત્રકમાં બતાવેલ કોઈ પણ વિગત અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે રજુ કરેલ જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, વય, જાતી અનુભવ વિગેરેને લગતા ભવિષ્યમાં કોઈ પણ સમયે ચકાસણી દરમ્યાન ખોટા માલુમ પડશે તો તેની સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આવા ઉમેદવારની ઉમેદવારી અને નિમણુક રદ કરવામાં આવશે.
૫. પસંદગી પામેલ ઉમેદવારે નિમણુક અધિકારી ઠરાવે તે શરતોને આધીન નિમણુક મેળવવાને પાત્ર થશે.
૬. ભરતી પ્રક્રિયા અંગે રાજ્ય સરકાર જે નિયમો ઘડે તે બંધન કરતા રહેશે.
૭. નિયત શૈક્ષણિક લાયકાત અને સમય મર્યાદા પછી આવેલ અરજી ગ્રાહ્ય રહેશે નહિ.
અરજી કરવાનું સરનામું:
મંત્રીશ્રી, શ્રી રાષ્ટ્રીય કેળવણી મંડળ,
સત્યાગ્રહ છાવણી, મુ.બોરસદ,
તા.બોરસદ, જી.આણંદ. પીન -૩૮૮૫૪૦
